You are here: Home >> Gujarati News & Features >> Education & Careers

વિદ્યાસહાયકની ભરતીમા સ્પોર્ટસના ગુણ રદ

DVAHM53564 | 12/21/2009 | Author : Mazhar Pathan, Ahmedabad


અગાઉ ખોટા રમતગમતના સિર્ટના આધારે પ્રવેશ મેળવતા હોવાનું ધ્યાને આવતા ગુણ રદ કરાયા



રાજયની સ્કુલોમા વિદ્યાસહાયકોની ભરતી વખતે અગાઉ ધ્યાનમા લેવાતા સ્પોર્ટસના ગુણ રદ કરવામા આવ્યા છે. જેથી હવે થનારી વિદ્યાસહાયકની ભરતીમા આ ગુણ ધ્યાનમા લેવામા આવશે નહી. અગાઉ ખોટા સ્પોર્ટસના સિર્ટના આધારે વિદ્યાસહાયક બનતા હોવાનુ ધ્યાને આવતા શિક્ષણ વિભાગ દ્વારા આ ગુણ રદ કરવાનો નિર્ણય લીધો છે.



પ્રાપ્ત માહીતી અનુસાર રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમા વિદ્યાસહાયકોની નવા શૈક્ષણિક સત્રથી ભરતી કરવાનુ નક્કી કયું છે. જેના માટેની જાહેરાતો પણ કરી દેવાઇ છે. જોકે ચાલુ વર્ષે સ્પોર્ટસના ગુણના આધારે પ્રવેશમા અગ્રમતા મેળવતા વિદ્યાર્થીઓને નિરાશ થવુ પડશે.



શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતીમા સ્પોર્ટસના ગુણને મેરીટમા ધ્યાનમા ન લેવાનુ નક્કી કયું છે. જેથી હવે સ્પોટર્સના ગુણનો વિદ્યાસહાયકની ભરતીમા કોઇ જ ઉપયોગ રહેશે નહી. અગાઉ સ્પોર્ટસના પાંચ ગુણ ગણાતા હોઇ વિદ્યાસહાયકોની ભરતીમા આ ગુણ ખુબ જ મહત્વના પુરવાર થતા હતા. જોકે હવે આ ગુણ રદ થતા પીટીસીનુ પરિણામ અને બોર્ડનુ પરિણામ જ ધ્યાનમા લેવામા આવશે.



અગાઉના વર્ષોમા સ્પોર્ટસના ખોટા સિર્ટફીકેટના આધારે વિદ્યાસહાયકમા કેટલાક ઉમેદવારોએ નોકરી મેળવી લીધી હોવાનુ સરકારના ધ્યાને આવતા અંત શિક્ષણ વિભાગ દ્વારા આ ગુણ જ રદ કરી નાંખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ હવે પ્રથમ વખત વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયાનુ આયોજન કરવામા આવ્યુ છે.



અમદાવાદમા ૯૪ વિદ્યાસહાયકોની ભરતી કરાશે



નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાસહાયકો માટે અમદાવાદ જિલ્લામા ૯૪ વિદ્યાસહાયકોની ભરતી કરવ...

More on Entertainment:

મોડલ સ્કૂલોની ડિઝાઈન સામાન્ય સરકારી શાળા જેવી !
DVAHM68165 | 9/2/2010 12:00:00 AM | Author : Mazhar Pathan, Ahmedabad

રાજ્યમાં વધુ ૨૦ મોડલ સ્કૂલ શરૂ કરવાની દરખાસ્તને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. શિક્ષણવિભાગ દ્વારા દરખાસ્ત રજૂ કરાયા બાદ મંજુરી માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગુજરાતને પ્રથમ તબક્કામાં ૪૩ અને બીજા તબક્કામાં ૧૨ મોડલ સ્કૂલની મ

ભારતીય સંસ્કૃતિ વિશે જાણવા દાહોદના છાત્રને જાપાનનું તેડું
DVBAR23330 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Dahod

જાપાનના ‘ઇસ્ટ એશિયા નેટવર્ક ઓફ એક્સચેન્જ ફોર સ્ટુડન્ટ યુથ’ દ્વારા ભારતિય સંસ્કૃતિની જાણકારી મેળવવાના હેતુસર તેમજ જાપાનની નવી ટેક્નોલોજીની જાણકારી ના હેતુથી ભારતના ૬૦ વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું . જેમાં હાલોલના મૂળ વતની અને દાહોદ સ્થિત ખરેડ

શાળાઓ પોતે જ ફી નક્કી કરે, સરકાર નહીં: હાઈકોર્ટ
DVMUM9768 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનો હક સરકારને નહીં, શાળાઓને જ છે, એવો મહત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે બુધવારે આપ્યો હતો. રાજ્ય સરકારે ૧૫ જુલાઈએ ખાનગી શાળાઓમાં ફી વૃદ્ધિના વિરોધમાં શાસન નિર્ણય (જી.આર) બહાર પાડ્યો હતો. રાજ્ય સરકારના આ જી.આર.ને ખાનગી

અધ્યાપકો આક્રમક મૂડમાં ચૂંટણી બહિષ્કારનો નિર્ણય
DVBAR23338 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Vadodara

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી પૂર્વે જ ટેક્નોલોજી ફેકલ્ટીમાં એફ.જી.એસની ચૂંટણીના ફોર્મ ભરવાના મુદ્દે સ્વતંત્ર ઉમેદવાર અને અધ્યાપક સાથે એબીવીપીના ભાડુતી ગુંડાઓએ કરેલા જીવલેણ હુમલા સામે આજે બુટાની મળેલી તાકીદની બેઠકમાં ટેક્નોલોજી ફેકલ્ટી