અમદાવાદી સસ્તી હવાઈ મુસાફરી કરવામાં મોખરે
દાળ, ખાંડ કે શાકભાજી જેવી જીવનજરૂરિયાતની તમામ વસ્તુને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે અમદાવાદીઓ ‘સસ્તી’ એરલાઇન્સનો મહત્તમ ઉપયોગ કરી ‘મોંઘવારી’નું લેવલ જાળવી રહ્યા છે. કદાચ એટલે જ સસ્તી એરલાઇન્સમાં મુસાફરી કરવામાં અમદાવાદીઓ સમગ્ર દેશમાં મોખરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવેમ્બરની પિક સિઝનના આંકડા મુજબ સસ્તી એરલાઇન્સમાં મુસાફરી કરનારા અમદાવાદીઓની સંખ્યા ૬૬.૩ ટકા થઈ ગઈ છે, જયારે માત્ર ૩૩. ૭ ટકા મુસાફરો મોંઘી એરલાઇન્સને મળ્યા છે!
દેશમાં કોઈ પણ શહેરમાં સસ્તી એરલાઇન્સને અમદાવાદ જેટલા મુસાફરો મળ્યા નથી. જો કે જયપુર, દિલ્હી અને કોલકાતામાં પણ સસ્તી મુસાફરી કરનારાઓની સંખ્યા પ્રમાણમાં સારી છે. તે સિવાય હૈદરાબાદ, બેંગલોર, મુંબઈ અને ચેન્નાઈમાં પણ સસ્તી એરલાઇન્સ ઝડપથી પગપેસારો કરી રહી છે, પરંતુ અમદાવાદ ‘નંબર વન’ છે.
વલ્ર્ડ ટ્રાવેલ્સના ઓનર ભાવિન શાહના જણાવ્યા પ્રમાણે, ‘સસ્તી એરલાઇન્સ અમદાવાદીઓને માફક આવી ગઈ છે. જો કે ‘સસ્તા ભાડાં’ નહીં પણ ‘સારી સેવા’ના લીધે અમદાવાદના મુસાફરો લો કોસ્ટ કેરિયર્સની પસંદગી કરે છે. આ એરલાઇન્સોની ફ્રિકવન્સી વધુ છે. એટલું જ નહીં લોડ ફેકટર વધુ હોવાથી આ ફલાઇટ રદ પણ ઓછી થાય છે.’
સસ્તી એરલાઇન્સોને અમદાવાદમાં સૌથી વધુ મુસાફરો મળી રહ્યા છે, તેથી તેની ફલાઇટ્સ પણ અહીં સૌથી વધુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ૫૩. ૭ ટકા ફલાઇટ પણ સસ્તી એરલાઇન્સની હોય છે, જયારે મોંઘી એરલાઇન્સની ફલાઇટની સંખ્યા ૪૭.૩ ટકા જેટલી છે.
એક લો કોસ્ટ એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સસ્તી એરલાઇન્સે ડોમેસ્ટિક માર્કેટની કાયાપલટ કરી નાખી છે. આ એરલાઇન્સ સામે ટકવા મ...
|
|
More on Entertainment:
ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
DVAHM68710 | 9/9/2010 12:00:00 AM | Author : Siddharth Acharya
શહેરમાં મોડી રાતથી સવાર સુધીમાં એક ઇંચ વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા અને સતત વરસાદી વાતાવરણને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ હતુ.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાતથી સવારના દસ વાગ્યા સ
૬૪નાં મોત બાદ રાજસ્થાનમાં ડોક્ટરોની હડતાળનો અંત
DVAHM68562 | 9/8/2010 12:00:00 AM | Author : Bhaskar News, Jaipur
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai




