જિલ્લાના સમુદ્ર તટે ક્ષારનું વધેલું પ્રમાણ
કેરાલાના થુંબા ખાતે વડાપ્રધાનની હાજરીમાં ભાવનગરના શિક્ષક દીપક પંડયા સંશોધનપત્ર રજૂ કરશે, ભાવનગરના દરિયાકાંઠે દર વર્ષે એક કિલોમીટર સમુદ્રી ક્ષારો આગળ વધી રહ્યાં હોવાનું ચોંકાનારૂ તારણ
કેરાલાના થુંબા ખાતે આગામી તા.૩થી૭ જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મનમોહનસિંઘની અઘ્યક્ષતામાં યોજાનાર દેશની સૌથી મોટી મહત્વની વિજ્ઞાન કોન્ફરન્સમાં ભાવનગરની ધનેશ મહેતા હાઈસ્કુલના વિજ્ઞાન શિક્ષક ડો.દિપક પંડયાને હાજર રહી પોતાનું સંશોધન પેપર રજૂ કરવા આમંત્રણ મળેલ છે. દિપક પંડયા એ ઈસરોની મદદથી ભુગર્ભીય જળ અંગે કરેલ સંશોધનનો અહેવાલ આ વિજ્ઞાન કોન્ફરન્સમાં રજુ કરશે.
મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ ઓફ સાયન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ અને ઈસરો દ્વારા તિરૂવનંતપુરમ્ના થુંબા ખાતે આ વૈજ્ઞાનિક કોન્ફરન્સ મળનાર છે.‘સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેલેન્જીસ ઈન ટ્વેન્ટી ફસ્ર્ટ સેન્રયુરી-નેશનલ પરસ્પેકટીવ’ મુખ્ય વિષય પર યોજાનારી આ કોન્ફરન્સમાં દેશભરના સો જેટલા સંશોધનકારો હાજર રહેનાર છે.
ઈસરોના ચેરમેન ડો.જી. માધવન નાયરે, એક શિક્ષક હોવા છતાં દિપક પંડયાને છેલ્લાં દસ વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી અનુદાન લીધા વગર પોતાના ફાજલ સમયમાં સમાજ ઉપયોગી સંશોધન કાર્ય કરે છે તે બદલ સ્પેશ્યલ કેટેગરીમાં તેમને સંશોધનપત્ર રજુ કરવાનું નિમંત્રણ આપેલ છે.
દિપકભાઈએ તેમના સંશોધન અંગેની વિગત આપતા જણાવ્યુ હતું કે અમદાવાદ ઈસરો અને સ્થાનિક સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ સેન્ટરના સહયોગ સાથે તેમણે દરિયાકાંઠાના ભાવનગર, મહુવા, ઘોઘાના ૨૦ જેટલા ગામોના પાણીના નમૂનાઓનો સર્વેક્ષણ અભ્યાસ કરી તેની પી.એચ. વિધુત વાહકતા, બી.ઓ.ડી., સી.ઓ.ડી. અને વિવિધ ખનિજ ક્ષારોનું વિશ્લેષણ કરીને ઈસરોના રીમોટ સેન્સીંગ સે...
|
|
More on Entertainment:
જિલ્લાના ૧૫૦ ગામમાં પાણી પીવાલાયક જ નથી
DVAHM58116 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Wadhwan
કામદારોના સમર્થનમાં લખતર બંધ
DVAHM58118 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Lakhtar
બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમની ઐસીતૈસી
DVAHM58132 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
ગ્લોબલ વોર્મિંગ સમયે આયુર્વેદ રામબાણ
DVSUR20925 | 4/20/2010 12:00:00 AM | Author : Bhakar News, Navsari




