You are here: Home >> Gujarati News & Features >> Top News

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૯૦૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી

DVGAN869 | 2/25/2010 | Author : Janardan Dave, Gandhinagar


-બળાત્કાર, મારધાડ અને ચોરીમાં અમદાવાદ મોખરેવિધાનસભામાં રાજ્ય સરકારે આપેલા જવાબમાં ચોંકાવનારો ખુલાસો : હત્યાના બે મૃત સહિત ૪૪ આરોપીઓ હજુ ફરાર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સરકાર પર આક્ષેપ થતાં રહે છે અને વિરોધપક્ષ કોંગ્રેસ વારંવાર શાસક ભાજપને આરોપીના પિંજરામાં ઉભા રાખવાનો પ્રયાસ કરે છે ત્યારે વિધાનસભામાં છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બનેલી ઘટનાઓ અંગેના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

હત્યા અને આત્મહત્યામાં સુરત મોખરે છે તો લૂંટ, બળાત્કાર, મારધાડ અને ચોરીઓમાં અમદાવાદ મોખરે છે. હત્યાના કુલ ૬૭૮ બનાવોમાં ૧૪૩૧ આરોપીઓ પકડાયા છે જયારે બે મૃત સહિત ૪૪ આરોપીઓ ફરાર છે અને પોલીસ હજુ સુધી તેમની ભાળ મેળવી શકી નથી.

કોંગ્રેસના ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે પૂછેલાં સવાલના લેખિત ઉત્તરમાં ગૃહપ્રધાને આપેલી માહિતીમાં સુરતમાં હત્યાના ૩૦૮ અને આત્મહત્યાના ૧૫૧૭ બનાવો નોંધાયા છે. જયારે અમદાવાદ લૂંટના ૧૮૫૦, બળાત્કારના ૧૪૮, મારધાડના ૩૮૭૫ અને ચોરીના ૧૬૯૮૧ બનાવો સાથે મોખરે છે. અમદાવાદમાં હત્યાના ૨૬૦ બનાવોમાંથી ૩૫ આરોપીઓ પકડવાના બાકી છે.

જ્યારે સુરતના ૩૦૮ હત્યાના આરોપીઓમાંથી બે અને રાજકોટમાં હત્યાના ૧૧૦ આરોપીઓમાંથી ૭ આરોપીઓ પકડવાના બાકી છે. જેમાં બે આરોપીઓના મૃત્યુ નપિજ્યાં છે. ફરાર આરોપીઓને પકડવા માટે વોરંટ બજાવવા સહિતના પગલાં ભરવામાં આવ્યા હોવાનું ગૃહપ્રધાને જણાવ્યું છે.

અમદાવાદ-

ખૂન----૨૬૦
લૂંટ-----૧૮૫૦
બળાત્કાર—--૧૪૮
મારધાડ-----૩૮૭૫
ચોરીઓ----૧૬૯૮૧
આત્મહત્યા---૧૪૧૪

---...

More on Entertainment:

ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
DVAHM68710 | 9/9/2010 12:00:00 AM | Author : Siddharth Acharya

શહેરમાં મોડી રાતથી સવાર સુધીમાં એક ઇંચ વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા અને સતત વરસાદી વાતાવરણને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ હતુ.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાતથી સવારના દસ વાગ્યા સ

૬૪નાં મોત બાદ રાજસ્થાનમાં ડોક્ટરોની હડતાળનો અંત
DVAHM68562 | 9/8/2010 12:00:00 AM | Author : Bhaskar News, Jaipur

રાજસ્થાનમાં સારવાર નહીં મળવાને કારણે ૬૪ દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં બાદ રેસિડેન્ટ ડોક્ટરોની ત્રણ દિવસીય હડતાળનો મંગળવારે અંત આવ્યો છે. ડોક્ટરોની હડતાળને કારણે જોધપુર, જયપુર, અજમેર, કોટા અને બિકાનેર સહિત રાજસ્થાનમાં તબીબી સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને સેંકડો

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત