જામનગરમાં સ્ક્રેપની પેઢીનું બિલિંગ કૌભાંડ
જામનગરમાં સ્ક્રેપના મારવાડી ધંધાથી પર રાજકોટ કોમર્શીયલ ટેકસ ડિવીઝનની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચે મેગા ઓપરેશન હાથ ધરતા બોગસ બીલીંગ કૌંભાડ અને કરોડો રૂપિયાની વેટ ચોરીનો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
જામનગરની લોખંડ અને સ્ક્રેપનો વ્યાપાર કરતી મારવાડી પેઢી દ્વારા ટુંકા ગાળમાં મોટા વ્યવહાર કરાયા હોવાની વિગતોના આધારે રાજકોટ કોમર્શીયલ ટેકસ ડિવીઝનની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રાસ કેપીટલ જામનગરમાં મારવાડી ધંધાર્થી પેઢીએ શહેર તથા ગુજરાતભરમાં લોખંડ અને સ્ક્રેપના મોટાભાગે ખરીદ વેચાણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત રાજકોટ ડીવીઝનમાં મારવાડી પેઢીએ કરાવેલા રજીસ્ટ્રેશનમાં ધંધાનું સ્થળ દરેડ જીઆઇડીસી અને રહેણાંક સ્થળ પંચવટી સોસાયટી દર્શાવવામાં આવ્યું છે. પરંતુ દરોડાના પ્રથમ દિવસે ધંધા અને રહેણાંક સ્થળે મારવાડી પેઢી નહી મળતા એન્ફોર્સમેન્ટ બ્રાન્ચે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ આ પેઢીના સંપર્ક સાથે એન્ફોર્સમેન્ટ ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ પેઢીએ અમદાવાદની એક પેઢી સાથે ભાગીદારીમાં વ્યવસાય વિકસાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ વ્યવસાય સ્થળ અને રહેણાંક સ્થળ પર પેઢી અંગેના કોઇ પુરાવા નહી મળતા એન્ફોર્સમેન્ટ ટીમે પેઢી દ્વારા બોગસ બીલીંગ કૌભાંડ આચર્યુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. ટુંકાગાળામાં વ્યાપક સોદા કરી પેઢીએ ૩ થી ૪ કરોડ રૂપિયાની વેટ ચોરી આચરી હોવાનું પણ વેટ કચેરીના સુત્રોએ જણાવ્યું હતું. જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ સુધી આ બોગસ બીલીંગ કૌંભાડના પથરાયેલા મુળ સુધી પહોચવા કચેરીએ ઘનિષ્ઠ તપાસ આરંભી છે. નજીકના સમયગાળામાં આ સમગ્ર પ્રકરણ બહાર આવશે એમ એન...
|
|
More on Entertainment:
કુખ્યાત રઘુના જુગારધામ પર પોલીસનો ફરી દરોડો
DVAHM68168 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
મહેન્દ્ર કલગી વિદેશ હોવાની આશંકા : દિનેશ અન્ડરગ્રાઉન્ડ
DVAHM68170 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
રેડ પાડવા ગયેલા કોન્સ્ટેબલનું જુગારીએ ગળું દબાવ્યું
DVAHM68173 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
નરોડા પાટિયાકેસમાં જયદીપ-ઝડફિયાને મુદ્દે સીટને નોટિસ
DVAHM68175 | 9/2/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad




