લંકામાં હનુમંતકથાની સાથે વેપારની ચર્ચા થશે
કોઈ સામાજિક નિમિત્તે અથવા પયટર્નમાં એકઠા થઈને વેપાર ધંધાની ચર્ચા કરવાની રીતરસમ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ વેપારીઓ, ધંધાદારીઓ, વ્યાવસાયિકોની સાહિત્યિક, સામાજિક અને સાંસ્કતિક સંસ્થા ‘પરોપકાર’ના ઉપક્રમે ધાર્મિક આયોજન સાથે વ્યાપાર મેળાવડાનું આયોજન કરાયું છે.
આગામી ૧૦થી ૧૪ જાન્યુઆરી સુધી શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ‘પરોપકાર’ના ઉપક્રમે યોજાનારી હનુમંત કથામાં ભારતના ૫૫૦થી વધુ બિઝનેસ મેન ભાગ લેશે. કોલંબોની હિલ્ટન હોટેલમાં પાંચ દિવસો સુધી કથા, કીર્તન અને સુંદરકાંડનો પાઠ પણ યોજાશે. શ્રીલંકાની સરકાર આ કાર્યક્રમ માટે પૂર્ણ સહયોગ આપે છે.
આ કાર્યક્રમના અનુસંધાનમાં મુંબઈમાં તાજેતરમાં યોજાયેલી મિલનસભામાં ભાજપનાં નેતા જયવંતીબહેન મહેતા, કોંગ્રેસના સ્થાનિક આગેવાન ભરત પારેખ, કાપડ બજારના અગ્રણી સુરેન્દ્ર સવાઈ, પ્રદીપ સોગઠી, વાડીભાઈ શાહ, શ્રી કેજરીવાલ, અમરિશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત હતા. સભાનું આયોજન મહાસુખભાઈ શાહે કહ્યું હતું....
|
|
More on Entertainment:
લગ્ન માટે ખેતીવાડી વેચવાની ના પડનારા પિતાની ક્રૂર હત્યા
DVMEH5150 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
વેપારીના પુત્રનું અપહરણ કરવા જતાં બેની ધરપકડ
DVMUM9753 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
વિશ્વનું પહેલું મોબાઈલ જૈન પંચાંગ બહાર પાડવામાં આવ્યું
DVMUM9754 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
રાષ્ટ્રપતિની પુત્રીએ કર્યો સરકારી જમીન પર કબજો
DVMUM9756 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Pune




