You are here: Home >> Gujarati News & Features >> Religion & Spirituality

પ્રાચીન વિશ્વની માનવ સંસ્કૃતિનું પારણું કચ્છમાં બંધાયું હતું !

DVRAJ20881 | 1/4/2010 | Author : Bhaskar News, Bhuj


ભુજમાં ઇન્ડિયન પ્લેનેટરીના માઘ્યમથી સાયન્સ સેમિનાર યોજાયો
કચ્છની વિશિષ્ટ પ્રાકતિક સ્થિતિ પ્રાચીન કાળને સ્પર્શે છે અને માત્ર દુનિયાના ઇતિહાસને જ નહીં પરંતુ વિજ્ઞાન સાથે પણ એટલી જ સંકળાયેલી છે. અને તેથી ઉત્ક્રાંતિનું મૂળ કચ્છમાં હોવાને કારણે માનવ સંસ્કૃતિનું પારણું કચ્છમાં બંધાયું હોવાનો સૂર રવિવારે ભુજના ટાઉનહોલમાં યોજાયેલા ‘વિજ્ઞાનના વિકાસ’ સાથે સંસ્કૃતિનો વિકાસ પરિસંવાદમાં જોવા મળ્યો હતો.

જિલ્લા લોક કલ્યાણ કેન્દ્ર, ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી રોટરી કલબ ફલેમિંગ અને બાલ ભવન જેવી સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા વિજ્ઞાન સેમિનારમાં ભુજના ટાઉનહોલમાં શાળાના વિધાર્થીઓ, વાલીગણો ઉપસ્થિત વિદ્વાનો વકતાઓનો આસ્વાદ મેળવ્યો હતો.

ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ સાંસદ પી. એલ. ગઢવી, ગુજકોસ્ટના એ.એમ. પ્રભાકર, રોટરી કલબના ડો. જ્ઞાનેશ્વર રાવ, શિક્ષણવિદ વખતસિંહ જાડેજા, માતૃછાયાના માણેકલાલ શાહ, મુન્દ્રાના અગ્રણી ભુતેન્દ્રભાઇ મહેતા, અશોકભાઇ મહેતા, દીપક ભીમાણી, વિનોદભાઇ પાંચાણી વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં જાણીતા ખગોળશાસ્ત્રી, ઉધોગપતિ અને મુંબઇના પૂર્વ શેરીફ મોહનભાઇ પટેલે તેમની રસાળ અને માર્મિક શૈલીમાં વિજ્ઞાન સાથે ભારતીય સંસ્કૃતિના વર્ષોજૂના પ્રાચીન સંબંધથી વાકેફ કર્યા હતા. કચ્છની સંસ્કૃતિ પૌરાણિક યુગથી સંકળાયેલી હોવાના ઉદાહરણ આપીને તેમણે કહ્યું હતું કે, ઉત્ક્રાંતિનું મૂળ કચ્છમાં છે તેનું ઉદાહરણ મોહંેજો દરોની સભ્યતા છે અને તેથી એમ પણ કહી શકાય કે માનવ સભ્યતાનું પારણું જ કચ્છમાં બંધાયું હતું. બિન કરછી હોવા છતાં કચ્છ પ્રત્યેની તેમની લાગણીના છોડ વર્ષોપૂર્વે વવાયા હોવાનું જણાવીને તેમણે કચ્છને દેશના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ ઝડપથી વિકસતો જિલ્લો ગણાવ્યો ...

More on Entertainment:

જીવનોપયોગી SMS
DVAHM68171 | 9/2/2010 12:00:00 AM | Author : Jivan upayogi sms, Swami vivekanand

૧. સંસારમાં પ્રકાશ ફેલાવાની બે રીત છે. એક, દીપક બનવું અને બીજું, દર્પણ બનવું. જેવું તમારું કિસ્મત હોય. પ્રકાશ ફેલાઓ અંધકાર નહીં. ૨. પ્રત્યેક સમસ્યા એક મોટું તાળું છે. નાની-નાની ચાવીઓની જેમ તે સમસ્યાનું સમાધાન પણ છે. ચાવીઓની ખોજ કરો જીવન આસાન બની જ

મંત્ર બનાવે ગુણવાન
DVAHM68174 | 9/2/2010 12:00:00 AM | Author : Mantra Ane Jaap, Pan. Akhilesh Sharma

આજકાલ બાળકો પોતાની રુચિ-પસંદગીનો સંકેત બાળપણથી જ આપવા લાગ્યાં છે. અગત્યનું એ છે કે તેને કેવી રીતે સિંચવામાં આવે કે જેથી ગુણરૂપી નાની કૂંપળો આગળ જતાં વટવૃક્ષ બની શકે. તેમને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તેનો નિર્ધારરાશિઓ કરે છે. રાશિઓની પ્રકૃતિ અનુસાર તે

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...
DVAHM68176 | 9/2/2010 12:00:00 AM | Author : Parv VIshehs, Bhakti Vinod Dasji

મહાપર્વ જન્માષ્ટમીના દિવસે જાણે કે પોતાના ઘરે નવજાત શિશુ જન્મ્યું હોય અને પુત્ર પ્રાપ્તિ થઇ હોય તે પ્રકારનો ઉત્સાહ, આનંદ હિંદુ ધર્મના દરેક માનવીના મુખારવિંદ પર જોવા મળે છે. કૃષ્ણ કોઇને પારકા લાગતા નથી. તેથી જ તો ગલીએ ગલીએ અને ઘરે ઘરમાં બસ એક જ નાદ સં

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...
DVAHM68183 | 9/2/2010 12:00:00 AM | Author : Parv VIshehs, Bhakti Vinod Dasji

મહાપર્વ જન્માષ્ટમીના દિવસે જાણે કે પોતાના ઘરે નવજાત શિશુ જન્મ્યું હોય અને પુત્ર પ્રાપ્તિ થઇ હોય તે પ્રકારનો ઉત્સાહ, આનંદ હિંદુ ધર્મના દરેક માનવીના મુખારવિંદ પર જોવા મળે છે. કૃષ્ણ કોઇને પારકા લાગતા નથી. તેથી જ તો ગલીએ ગલીએ અને ઘરે ઘરમાં બસ એક જ નાદ સં