રેશનિંગમાં અપાતા લોટના થેલામાં દોઢ કિલોની ઘટ !
સાડા અઢાર કિલોના થેલામાં પૂરો સત્તર કિલો લોટ પણ હોતો નથી
રેશનિંગના દુકાનદારો મિલોવાળાને દોષિત ગણે છે, જ્યારે પુરવઠા વિભાગ રેશનિંગના દુકાનદારો સામે આંગળી ચીંધે છે
રાજ્યના લાખો ગરીબોને અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ઘઉની જગ્યાએ ઘઉનો લોટ તથા તેમાં આયર્ન અને ફોલિક એસિડ ઉમેરી ફોટિર્ફાઇડ આટાનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સરકારે નક્કી કરેલા નિયમ મુજબ ગરીબોને ૧૮.૫૦૦ કિલો લોટ ન આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માનવશરીર માટે પ્રોટીન આવશ્યક છે અને સોયાબીનમાંથી સરળતાથી પ્રોટીન મળી રહે છે તેમજ સોયાપ્રોટીન કેન્સર, હૃદયરોગ તથા હાડકાંના રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. આ બાબતને ઘ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગરીબોના આરોગ્યની ચિંતા કરતાં તેમને ઘઉને બદલે ડિફેટેડ સોયાવાળો ફોટિર્ફાઇડ આટો (લોટ) પૂરો પાડવાનો નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારના આદેશ મુજબ પુરવઠા ખાતાની રેશનિંગની દુકાનોએથી ૧૮ કિલો ૫૦૦ ગ્રામ વજન ધરાવતી લોટની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુરવઠા ખાતાની બેદરકારીથી ફોટિર્ફાઇડ આટાની તૈયાર થેલીઓમાં એકથી દોઢ કિલો લોટ ઓછો આવતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ના પ્રતિનિધિએ જાતે જ લોટની થેલીનું વજન કરાવતાં થેલામાં ૧૮.૫૦૦ કિલો લોટને બદલે ૧૬.૭૫૦ કિલો જેટલો લોટ હોવાનું ઇલેકટ્રોનિક વજનકાંટાએ દર્શાવ્યું હતું. આ સાથે વધુ પાંચ થેલીઓનું વજન કરાવતાં તેમાં પણ કિલોથી દોઢ કિલો જેટલો લોટ ઓછો હતો અને થેલી ઉપરની સિલાઈ વગેરે ચેક કરતાં તે પણ બરોબર જણાઈ હતી. તદ્ઉપરાંત સામાન્ય માનવી ઘઉ દળાવે અથવા તૈયાર લોટ લાવે તો તે ઝીણો દળાયેલો હોય છે, પરંતુ રેશનિંગની દુકાનેથી ...
|
|
More on Entertainment:
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar




