You are here: Home >> Gujarati News & Features >> Top News

‘લાવા ટ્યૂબ’ શોધાતાં ચંદ્ર પર વસવાટ શક્ય

DVAHM55770 | 2/9/2010 | Author : Manishsinh Rathod, Ahmedabad


ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમે કરેલી શોધ

જાપાની વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન કરતાં ભારતને વધુ સફળતા મળી

શાહરૂખ ખાનની એક ચાહકે તેના માટે ચંદ્ર પર એક પ્લોટ બુક કરાવ્યો છે, તો ચાંદનો એક ટુકડો માયાવતીના નામે પણ થઇ ગયો હોવાના સમાચારો વારંવાર જોવા મળે છે. પરંતુ રાત-દિવસ મહેનત કરીને વૈજ્ઞાનિક સંશોધનો કરતાં વિજ્ઞાનીઓએ હવે ખરેખરમાં ચંદ્ર પર વસવાટ કરી શકવાની ઐતિહાસિક શક્યતાઓ શોધી કાઢી છે.

ભારતના પ્રથમ મૂન મિશન ચંદ્રયાન-૧ના ડેટા અને ઇમેજ પરથી થઇ રહેલા અઘ્યયન અને સંશોધનો કરતાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વિજ્ઞાનીઓની એક ટીમે ચંદ્ર પર ‘હ્યુમન સેટલમેન્ટ’ થઇ શકે તેવી ‘લાવા ટ્યૂબ’ શોધી કાઢી છે. આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે કુદરતી રીતે બનેલી આ લાવાની ટયૂબ ચંદ્ર પર માનવીય વસવાટ માટે ‘છત’નું કામ કરી શકે છે.

જો કે હાલ આ સમગ્ર પ્રોજેક્ટ પ્રયોગના સ્તરે હાથ ધરાયો છે. પરંતુ તેના નિષ્કર્ષ સમગ્ર માનવજગત માટે અવિસ્મરણીય દેન સાબિત થઇ શકે છે. આ અગત્યની ખોજ સાથે જોડાયેલા સેકના વૈજ્ઞાનિક એ.એસ. આર્યાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે,‘ચંદ્રયાન-૧ના ટરાઇન મેપિંગ કેમેરા (ટીએમસી) દ્વારા લેવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાવાળી થ્રી ડાઇમેન્શનલ તસવીરો પરથી આ સંશોધન શક્ય બન્યું છે.

આ તસવીરમાં એક સર્પાકાર ખુલ્લી ટનલ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જો કે આ લાંબી અને ખુલ્લી ટનલની વચ્ચેનો લગભગ ૨.૫ કિમીનો એક ભાગ ઢંકાયેલો છે. જે કુદરતી વિસ્ફોટો દરમિયાન ભેગા થયેલા લાવાના લીધે ઢંકાઇ ગયો હોવાનું જણાય છે. ઉપરથી બંધ થઇ ગયેલો આ ભાગ નીચેથી ટનલ અથવા તો ટયૂબ જેવો છે, જે ચંદ્ર પર વસવાટ કરવા માટેનું એક ‘સુરક્ષિત વાતાવરણ’ પૂરું પાડે છે. કોઇ પણ પ્રકારના વિસ્ફોટો કે...

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ