દાંડી યાત્રાના 80 વર્ષ પૂર્ણ
દાંડી યાત્રાને આજે 80 વર્ષ પૂર્ણ થયા છે. મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસ બાદ 241 માઈલ દુર પાંચ એપ્રીલે દાંડી પહોચ્યાં હતા.
દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. દાંડી યાત્રાને લઈને અલગ-અલગ પ્રકારના વિચારો સામે આવી રહ્યાં છે. ગાંધીજીના પ્રતિકાત્મક રૂપ બનેલા શ્રીધરે જણાવ્યું હતું કે આજના સમયમાં ગાંધીજીના વિચારો ઘણું જ મહત્વ રાખે છે. તેમનો સંદેશો આજે પણ લોકો સમક્ષ જીવિત છે.
અંત્રે ઉલ્લેખનીય છે કે, છ માર્ચ 1930ના રોજ ગાંધીજીએ મીઠું બનાવીને કાયદો તોડ્યો હતો જેને કારણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક નવો સંચાર થયો હતો.
૧૨મી માર્ચ એટલે આઝાદીની ચળવળની દિશા બદલી નાખનાર ઐતિહાસિકનો શુભારંભ દિન. આ યાત્રા સાથે જોડાયેલા બે ગામ. એક, જયાં ઇતિહાસ રચાયો અને બીજું, જયાં ઇતિહાસ રચાતા સહેજમાં રહી ગયો. એવા આ બંને ગામની જાણીતી છતાં અજાણી વાત...
જે તારીખ ૧૨મી માર્ચ છે. આજથી બરોબર ૭૮ વર્ષ પહેલાં તારીખ ૧૨મી માર્ચ, ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો. દાંડી સત્યાગ્રહથી આખી અંગ્રેજ સલ્તનત હચમચી ગઈ હતી. દાંડી સત્યાગ્રહની વાત છેડાય ત્યારે આપણે સહુ અમદાવાદના ગાંધી આશ્રમ અને દાંડીના ગાંધી સ્મારકને યાદ કરીએ છીએ. જોકે, આ દિવસે ભાગ્યે જ કોઈ કરાડી ગામ અને ગાંધીજીની ઝૂંપડીને યાદ કરે છે. દાંડી સત્યાગ્રહ વખતે કરાડી ગામે ઘાસ અને ખજૂરીનાં પાંદડાંમાંથી બનાવેલી આ સાવ સાદી ઝૂંપડીમાં ગાંધીજી બાવીસ દિવસ રોકાયા હતા.
દાંડી નજીક આવેલ કરાડી ગામે આજે પણ ગાંધીજ...
|
|
More on Entertainment:
ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
DVAHM68710 | 9/9/2010 12:00:00 AM | Author : Siddharth Acharya
શહેરમાં મોડી રાતથી સવાર સુધીમાં એક ઇંચ વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા અને સતત વરસાદી વાતાવરણને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ હતુ.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાતથી સવારના દસ વાગ્યા સ
૬૪નાં મોત બાદ રાજસ્થાનમાં ડોક્ટરોની હડતાળનો અંત
DVAHM68562 | 9/8/2010 12:00:00 AM | Author : Bhaskar News, Jaipur
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai




